મોરબીના જુના બસસ્ટેન્ડે ઓનલાઈન ટીકીટ બુકિંગ શરૂ કરવાની માંગ

- text


મોરબી: મોરબીના જુના બસસ્ટેન્ડે ઓનલાઈન ટીકીટ બુકિંગ સેવા શરૂ કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. ત્યારે ઓનલાઈન બુકિંગ સેવા તાકીદે શરૂ કરવામાં આવે તેવી ભાજપના કાર્યકરે માંગ કરી છે.

મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રમણિકભાઈ પનારાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લો જેટ ગતિએ વિકાસ સાધી રહ્યો છે. પરંતુ અહીં એસટીની સુવિધામાં કોઈ વિકાસ થયો નથી. એસટી વિભાગ ઓનલાઈન ટીકીટ બુકિંગ કરીને મુસાફરી કરવાના સૂચનો આપે છે. ત્યારે મોરબીના જુના બસસ્ટેન્ડમાં હજુ સુધી બુકિંગ બારીજ શરૂ કરવામાં આવી નથી. શહેરના મધ્યમાં આવેલ જુના બસસ્ટેન્ડનો દરરોજ હજારો મુસાફરો ઉપયોગ કરે છે. પરંતુ આ મુસાફરોને રિઝર્વેશન કરાવવું હોય તો નવા બસસ્ટેન્ડે ધક્કો ખાવો પડે છે.

- text

ભૂતકાળમાં જુના બસસ્ટેન્ડ ખાતે ઓનલાઈન બુકિંગ ચાલુ હતું. જે હાલ ઘણા સમય થી બંધ છે. અહીં ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવે તો એસટીની આવકમાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત મોરબીના નવા બસસ્ટેન્ડે સાંજે ૫ વાગ્યે ઓનલાઈન બુકિંગ બંધ થઈ જાઇ છે. ત્યારે આ બુકિંગ રાત્રે ૧૧ સુધી ચાલુ રાખવામાં આવે જેથી રાત્રે મુસાફરોને તકલીફ ન પડે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.

- text