મોરબીમાં આઇપીએલ મેચમાં સટ્ટો રમતા એક ઝડપાયો

- text


એલસીબીએ રૂ.૧૩,૮૦૦ નો મુદામાલ ઝડપી લીધો : બે બુકીઓના નામ ખુલ્યા

મોરબી : આઇપીએલ મેચની ધૂમ વચ્ચે મોરબીમાં ક્રિકેટિયા જુગારની મોસમ પણ પુર બહારમાં ખીલી છે ત્યારે એલસીબી પોલીસે વાવડી રોડ પર દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો અને પૂછપરછ માં બે બુકીઓના નામ ખુલતા બન્ને ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ આ૨.ટી.વ્યાસને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવતા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાળુભાઇ કણોતરાને મળેલ હકિકત આધારે મોરબી વાવડી રોડ ઉપર બાપા સીતારામની મઢુંલી પાસેથી એક ઇસમને આઇ.પીએલ, ટવેન્ટી ટવેન્ટી ક્રીકેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ જોઇ મુંબઇ ઇન્ડીયન્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની બંન્ને ટીમ વચ્ચે રમાતી ક્રીકેટ મેચ ઉપર પૈસાની હારજીતનો સટ્ટો રમતા આરોપી (૧) આરોપી અર્જુનસિંહ દીલુભા ઝાલા રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૮,૮૦૦/તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ. રૂ.૫,૦૦૦/તથા રનના સોદા લખેલ સાહીત્ય મળી કૂલ રૂ,૧૩,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડયો હતો.

- text

વધુમાં પકડાયેલ આરોપી આ ક્રીકેટ સટ્ટો તે પોતાના મિત્ર (૧) અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ રહે, મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી વાળા સાથે મોબાઇલ ફોન ઉપર રમતો હોય તેમજ તેની કપાત (૨) કલ્પેશ ઉફેં કલો જગાભાઇ કાથરાણી લોહાણા રહે, મોરબી-ર પાસે કરાવતો હોય જે બંન્નેને પકડવાના બાકી હોય ત્રણેય ઇસમો વિરૂલ્ધ મોરબી સીટી એ ડિવી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

- text