મોરબીમાં ૧૦૮ કુંડી મહારુદ્ર યજ્ઞની પુર્ણાહુતી : યજ્ઞમાં ૨૦ દિવસ દરમિયાન ૧ કરોડ મહા મૃત્યુંજયના જાપ કરાયા

- text


લાખો લોકોએ યજ્ઞની પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધ્યું, ત્રણ કથા સાથે સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા : રૂક્ષ્મણી વિવાહમાં ૨ દીકરીઓના ધામધૂમ થી લગ્ન કરાયા

મોરબી : મોરબીના રામોજી ફાર્મ ખાતે ૨૦ દિવસિય ૧૦૮ કુંડી મહાયજ્ઞની આજે પુર્ણાહુતી થઈ છે. યજ્ઞ દરમિયાન ૧ કરોડ મહા મૃત્યુંજય જાપ કરાયા હતા. ૩ કથા સાથે સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા.દેશ વીદેશના ભાવિકોએ યજ્ઞના યજમાન બનવાનો લાભ લીધો હતો. ઉપરાંત લાખો લોકોએ યજ્ઞની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.આ સાથે ભાગવત કથાના રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે ૨ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.

મોરબીમાં સૌ પ્રથમ વખત હરિદ્વારની ગૌ સંસ્થા કૃષ્ણાયન દેશી ગૌ શાળા દ્વારા રામોજી ફાર્મ ખાતે વૈદિક અને ઋષિકાળની પરંપરા મુજબ ૨૦ દિવસ સુધી ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦ દિવસ સુધી ચાલેલા આ મહારુદ્ર યજ્ઞમાં ૧ કરોડ મહા મૃત્યુંજય જાપ કરી જવ ,તલ, ઘી સહિતની વિશાળકાય સામગ્રીનો જથ્થો હવન કરીને પર્યાવરણ શુદ્ધિ અને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

- text

મોરબી સહિત દેશ વિદેશના ભાવિકોએ વિશાળ સંખ્યામાં શ્રધ્ધાભેર યજ્ઞનો લાભ લીધો હતો. લોક સાહિત્યકાર તેમજ હાસ્યકાર સાંઈરામ દવેએ સહપરિવાર યજ્ઞનો લાભ લીધો હતો. લાખો ભાવિકોએ યજ્ઞની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. યજ્ઞ દરમિયાન ડો. લંકેશબાપુની શિવકથા, શાસ્ત્રી નિખિલભાઈ જોશીની ભાગવત કથા અને અવધ કિશોરદાસજીની હનુમંત કથા યોજાઈ હતી. આ ત્રણેય કથાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

યજ્ઞ દરમિયાન અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા. ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે બે દીકરીઓના ધામધૂમ થી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ સાથે નિદાન સારવારના કેમ્પોનું પણ આયીજન કરવામાં આવ્યું હતુ. રામ નવમીથી શરૂ થયેલા આ યજ્ઞની આજે પુર્ણાહુતી થઈ છે. પુર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો હતો. મહાપ્રસાદનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ઉપરાંત મહાપ્રસાદને ઘેર ઘેર સુધી પહોંચાડવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. યજ્ઞને સફળ બનાવવા અમૃતાનંદ સ્વામી, સત્યનંદ સ્વામી તથા મોરબીના અગ્રણીઓ રામજીભાઈ દેત્રોજા, કેશુભાઈ ઠોરિયા, ધનજીભાઈ , કનુભાઈ, કલ્પેશભાઈ ઠોરિયા અને અરવિંદભાઈ બારૈયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text