બામણબોરના દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીમાં ઝડપાયો

- text


એલસીબીએ માળીયા ફાટક નજીકથી ઝડપી લીધો

મોરબી : બામણબોર પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજે એલસીબી ટીમે મોરબીમાં માંળીયા ફાટક પાસેથી છેલ્લા દોઢ વર્ષથી બામણબોર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસે જણાવ્યું હતું કે ટીમના ચંદુભાઈ કણોતરાને મળેલ હકિકત આધારે આજરોજ બામણબોર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં ૫૦૦૩/૨૦૧૬ પ્રોહી.ક. ૬૬બી ૬૫ મુજબના ગુનાના કામે દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઇસ્માઇલ સાજણભાઇ માજોઠી ઉ.વ.ર૭ રહે.કાન્તીનગર મોરબ-ર તા.જી.મોરબી વાળાને , મોરબી માળીયા ફાટક પાસેથી પેરોલ ફલોં સ્ક્વોડ/ એલ.સી.બી. ટીમે મોરબીએ પકડી પાડેલ હતો.

- text