મોરબીમાં ચાલતા વૈદિક યજ્ઞમાં કથા દરમિયાન બે દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાયા

- text


ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ વાસ્તવિક અને સાર્થક રીતે ઉજવયો : બે દીકરીઓના લગ્ન સંતો-મહંતો અને ભગવાનની હાજરીમાં સંપન્ન : લગ્ન પ્રસંગ ન માત્ર વાર કન્યા અને તેના પરિવારજનો પરંતુ મોરબીવાસીઓને યાદગાર : દાતાઓના સહકારથી ઘર વખરીની ચીજ વસ્તુઓની સાથોસાથ સોના ચાંદીના દાગીના પણ કરિયાવરમાં દેવામાં આવ્યા

મોરબી : ભાગવત સપ્તાહનું આયોજન તો ગામોગામ કરવામાં આવતું હોય છે અને કથા દરમ્યાન આવતા જુદા જુદા પ્રસંગોની જેમ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ પાત્રોને તૈયાર કરીને ઉજવાતો હોય છે જો કે, મોરબીના રામોજી ફાર્મ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહ દરમ્યાન રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ દરમ્યાન ગરીબ વિપ્ર(બ્રાહ્મણ)પરિવારની દીકરી અને અન્ય એક દીકરીના ભવ્ય લગ્ન કરાવીને વાસ્તવિક અને સાર્થક રીતે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો

મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક મહારુદ્ર યજ્ઞની સાથો સાથ હાલ ત્યાં યુવા કથાકાર નિખિલ જોશીની ભાગવત સપ્તાહ રાત્રે ૯ થી ૧૨ ચાલી રહી છે. જેમાં ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવ્યો હતો ત્યારે આ પ્રસંગને માત્ર ઉજવવા માટે નહિ પરંતુ સાર્થક કરવા માટે આયોજકો દ્વારા રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને વાસ્તવિક વિવાહ કરીને ઉજવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આયોજકો દ્વારા આસપાસના ગામના સરપંચોનો સંપર્ક કરતા મૂળ મોરબી તાલુકાના બીલીયા ગામના રહેવાસી અને હાલમાં ઘૂટું ગામે રહેતા દીપકભાઈ ભટ્ટ અને હંસાબેનની દીકરી હિરલના લગ્ન મૂળ વાઘગઢ અને હાલમાં રાજકોટ ખાતે રહેતા કનૈયાલાલ જાની અને કોકીલાબેનના દીકરી યોગેશ સાથે કરાવવામાં આવ્યા હતા તે ઉપરાંત મૂળ મોરબીના રહેવાસી રવજીભાઈ ગોહિલ અને પુષ્પાબેનની દીકરી પૂજાના લગ્ન સ્વ.રમેશભાઈ ભટ્ટી અને મીનાબેનના દીકરા હિત સાથે ધામધુમથી કરવામાં આવ્યા હતા આ તકે ભગવાનની જાનમાં જોડાવવાનો તેમજ તેના લગ્ન પ્રસંગમાં હાજર રહેવાનો અદભુત અને અવિસ્મરણીય લાભ મોરબીવાસીઓએ લીધો હતો આટલું જ નહિ આ લગ્ન પ્રસંગ ન માત્ર વાર કન્યા અને તેના પરિવારજનો પરંતુ મોરબીવાસીઓને યાદગાર બની રહ્યું હતો

- text

જે બન્ને દીકરીઓના કથા દરમ્યાન આવેલા રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ દરમ્યાન લગ્ન કરાવવામાં આવ્યા હતા. જેમાં કૃષ્ણયાન દેશી ગૌ રક્ષા શાળાના અમૃતાનંદજી સ્વામી સહિતના સંતોની આગેવાનીમાં આયોજકો કલ્પેશ ઠોરિયા અને અરવિંદ બારૈયા દ્વારા દાતાઓના સહકારથી ઘર વખરીની ચીજ વસ્તુઓની સાથોસાથ સોના ચાંદીના દાગીના પણ કરિયાવરમાં દેવામાં આવ્યા હતા વધુમાં ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયા અને કલ્પેશ ઠોરિયાએ જણાવ્યું હતું કે, કોઇપણ જગ્યાએ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હોય અને જો તેમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ વાસ્તવિક રીતે ઉજવવાનું આયોજકો દ્વારા નક્કી કરવામાં આવશે તો તેમના તરફથી બનતી તમામ મદદ આયોજકોને કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલે જે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો તેના માટે જમણવારના દાતા મુળજીભાઈ વસ્તાભાઈ રંગપરીયા હતા અને જે બે દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા તેમાં વિપ્ર પરિવારની દીકરી રૂક્ષ્મણી બની હતી તેનું કન્યા દાન જગદીશભાઈ ભાલોડીયા દ્વારા દેવામાં આવ્યું હતું તો બીજી દીકરીનું કન્યા દાન હર્ષા મનીષભાઈ છ્નીયારા દ્વારા દેવામાં આવ્યું હતું

મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતેથી ભગવાન(વરરાજા)ની જાન ત્રણ બગી અને બેન્ડવાજા સાથે નીકળી હતી ત્યાર બાદ વરઘોડો કથા મંડપ ખાતે પહોચ્યો હતો ત્યારે કૃષ્ણ(વર) અને રૂક્ષ્મણી(કન્યા) ઉપર પુષ્ટીવર્ષા પણ કરવામાં આવી હતી આ તકે સરદાર બાગ પેટ્રોલ પમ્પ વાળી શેરીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતો ભગવાન ઘનશ્યામ મહારાજ સાથે જાન લઈને આવ્યા હતા. અને સાથે જેમના રિયલમાં લગ્ન થવાના હતા તે બંને વરરાજાની જાન વાજતે ગાજતે જોડાઈ હતી. આ તકે કથાકાર અજયભાઈ ભટ્ટ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં હાજર રહ્યા હતા અને લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગણેશ મંડપ વાળા અરવિદભાઈ બારૈયાના પરિવાર દ્વારા વર્ષ ૨૦૧૫માં ટંકારા તાલુકાના નાના ખીજડિયા ગામે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને વાસ્તવિક વિવાહ કરીને ઉજવવામાં આવ્યો હતો ત્યાર બાદ સજ્જનપર ગામે આવેલી સાગર ગૌશાળા ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ વાસ્તવિક વિવાહ કરાવીને ઉજવાયો હતો જો દરેક કથાકાર તેની કથામાં આ પ્રસંગને વાસ્તવિક વિવાહ થાકી ઉજવે તો ઘણી દીકરીઓએ સપને પણ વિચાયું ન હોય તેવા ધામધુમથી તેના હજારો લોકોની હાજરીમાં લગ્ન થશે અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે કથા તો ઘણા સંદેશ અને ઉપદેશ આપે જ છે પરંતુ કથામાંથી સમાજમાં હકારાત્મક અને પ્રેણાત્મક મેસેજ જાય તે માટે આ રીતે વાસ્તવિક વિવાહ કરવીને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે તે જરૂરી છે.

મોરબીમાં ચાલતા વૈદિક યજ્ઞ અને કથાના સફળ આયોજન માટે કૃષ્ણયાન દેશી ગૌ રક્ષા શાળાના અમૃતાનંદજી સ્વામી સહિતના સંતોની આગેવાનીમાં આયોજકો કેશુભાઈ ઠોરીયા , રામજીભાઈ દેત્રોજા, ધનજીભાઈ પટેલ, કનુભાઈ પટેલ, કલ્પેશ ઠોરિયા અને અરવિંદ બારૈયા સહિતની ટિમ જેહમત ઉઠાવી રહી છે.

- text