મોરબીના વાવડી રોડ પર ભરબજારે બે આખલા બાખડયા

- text


રખડતા પશુઓના ત્રાસ સામે પગલાં લેવામાં આળસ કરતી પાલિકા

મોરબી: મોરબી શહેરના વાવડી રોડ પર મીરા પાર્ક પાસે આજે સુરજ ઢળતાની સાથે બે આખલાઓ વચ્ચે જંગ છેડાયો હતો. ભરબજારે બન્ને આખલા બાખડતા રાહદારીઓ તેમજ વાહનચાલકો ભયના માર્યા થોડી વાર થંભી ગયા હતા.

- text

મોરબી શહેરમાં રાખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે.પશુના વાંકે અનેક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.ત્યારે નગરપાલિકાએ આ અંગે કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આજ રોજ સુરજ ઢળતાની સાથે સાંજે ૬:૩૦ આસપાસ મોરબીના વાવડી રોડ પર મીરા રોડ પર બે આખલાઓ સામસામા આવી ગયા હતા. બન્ને વચ્ચેના યુદ્ધથી લોકો થોડી વાર માટે ભયભીત થઈ ગયા હતા. રાહદારીઓ અને વાહનચાલકોને આખલાઓની લડાઈના કારણે થોડી વાર માટે થંભવું પડ્યું હતું. આ આખલાની લડાઈમાં ક્યાંક આપણે હડફેટે ન ચડી જાય તેવું વિચારીને આસપાસના લોકો આઘાપાછા થવા લાગ્યા હતા.

- text