લજાઈ ગામના સસ્તા અનાજ ડેપો સંચાલકને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અપાયો

- text


મોરબી : મોરબીમાં આજે વિશ્વ ગ્રાહક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે ટંકારા તાલુકામાં લજાઈ ગામના પંડિત દિનદયાળ સસ્તા અનાજ ડેપો સંચાલક સંજય જયંતીલાલ મસોતનું પારદર્શક અને સુંદર કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, મોરબી શહેર જીલ્લાના ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ તેમજ મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દમયંતીબેન બારોટ તેમજ અન્ય પુરવઠા અધિકારીઅોની હાજરીમા સસ્તા અનાજ પુરવઠાની કર્મનિષ્ઠ અને પારદર્શિત કામગીરીનો એવોર્ડ લજાઈ ગામમાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક સંજય જયંતીલાલ મસોતને અેનાયત કરાયો હતો.

 

- text