મોરબી સ્ટેટ ફોટોગ્રાફર કમલેશભાઈ વાઘેલાનું ડે.કલેક્ટરના હસ્તે સન્માન

- text


મોરબી :આજ રોજ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબીના નાયબ જિલ્લા કલેક્ટર દમયંતીબેન બારોટ ના હસ્તે મોરબી સ્ટેટ ફોટોગ્રાફર કમલેશભાઈ વાઘેલા નું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

વિશ્વ ગ્રાહક દીને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આયોજિત કાર્યક્રમમાં અનેક અધિકારીઓ તેમજ પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે નાયબ કલેકટરે મોરબી સ્ટેટ ફોટોગ્રાફર કમલેશભાઈ વાઘેલાનું શિલ્ડ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

- text