મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણી ઢોળવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં ઘર પાસે પાણી ઢોળવા મુદ્દે બે પરિવારો વચ્ચે બઘાડાટી બોલી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં બન્ને પરિવારોએ સામ – સામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમિયાનગરમાં રેહતા લલીતભાઈ નારયણભાઈ રાઠોડ દ્વારા બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે જેમાં તેમની શેરીમાં રહેતા ડાયાભાઇ જેઠાભાઈ પરમાર તેમજ રમેશભાઈ દલાભાઈને શેરીમાં પાણી ઢોળવાની નાં પાડતા બને ઉશ્કેરાય ને તેને ઢીકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ સામા પક્ષે ડાયાભાઈ જેઠાભાઈ પરમારે ફરિયાદ નોધાવી છે કે પોતે રીક્ષામાં મચ્છીના ફેરા કરતા હોય એટલે સવારે રીક્ષા ધોવી પડે જે બાબતે પાડોશમાં રેહતા લલિત નારયણ રાઠોડ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે પોલીસ બન્ને પક્ષની ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text