મોરબીના નવલખી રોડ પર મોટર સાયકલને હડફેટે લઈ કાર ચાલક નાસી છૂટ્યો

- text


\મોરબી : મોરબીના નવલખી રોડ પર ધક્કાવાળી મેલડી માતાના મંદીર પાસે અજાણ્યા કાર ચાલકે મોટર સાઈકલને ઠોકર મારી નાસી છૂટતાં મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીના નવલખી રોડ પર મેલડી માતાના મંદિર નજીક મોટર સાયકલ લઈને જઇ રહેલા અમીતભાઇ જગદીશભાઇ વાઘેલા જાતે વાલ્મીકી ઉ.વ. ૩૨ રે. મોરબી નવલખી રોડ લક્ષ્મીનારાયણ હોલની બાજુ વાળા પસાર થતા હતા ત્યારે
અજાણી ફોર વ્હીલ ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીના મોટર સાયકલ ને હડફેટમાં લઇ એકસીડેન્ટ કરીને જમણા હાથે તથા જમણા પગે ફેકચર કરી ભાગી ગયો હતો.

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો ચર અને આર.બી. વ્યાસ એ.એસ.આઈ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે તપાસ ચલાવી રહ્યા છે.

- text