હળવદના કડિયાણા અને સાપકડામાંથી વિદેશી દારૂ ઝડપાયો : બુટલેગર છનન

- text


હળવદ : હળવદના કડિયાણા અને સાપકડા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૨૩ બોટલ પકડી પાડી હતી જો કે બન્ને દરોડામાં બુટલેગરો નાસી છુટતા પોલીસે બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પહેલા દરોડામાં પોલિસે કડીયાણા ગામે દરોડો પાડી સંજયભાઇ ધીરજભાઇ કોળી રહે ગામ નવા કડિયાણા તા.હળવદ જી.મોરબીવાળાને ત્યાંથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂની ૭૫૦ એમ.એલ. ની બોટલો કંપની શીલ બંધ નંગ ૪ કિ.રૂ ૧૨૦૦/-નો મુદામાલ ઝડપી લીધો હતો

- text

જ્યારે બીજા બનાવમાં મજબુતસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે ગામ સાપકડા તા.હળવદ જી મોરબી વાળાના કબ્જા ભોગવટાવાળા ખુલ્લા વાડામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂની ૭૫૦ એમ.એલ. ની બોટલો કંપની શીલ બંધ નંગ ૧૯ જેની કુલ કિ.રૂ ૫૭૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન નાશી જતા ગુનો કરતા બન્ને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- text