શ્રમિકને પરાણે જોખમી મશીન ચલાવવા મજબૂર કરનાર મોરબીના કારખાનેદાર વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ફરિયાદ

- text


જોખમી મશીન ઓપરેટ કરતા આવડતું ન હોવા છતાં ધરાર કામ કરાવતા મજૂરના હાથ-પગ ખોટા પડી ગયા

મોરબી : મોરબી-માળિયા નેશનલ હાઈવે પર આવેલી મિનરલ ગોલ્ડ કંપનીમાં મજુરના હાથ મશીનમાં આવી જતા તેના હાથ અને પગ ખોટા પડી જતા આ મામલે શ્રમિકે પોતાના વતન મધ્યપ્રદેશમાં જઈ ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના અનંતપુરના રહેવાસી નર્મદા કાશીરામ આહીરવાલ (ઉ.વ.૩૪) વાળાએ પોતાના વતનમાં જઈ પોલીસ ફરિયાદ નોંધાવતા જીરો નંબર પરથી આવેલ ફરિયાદ અન્વયે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે,આ ફરિયાદમાં જણાવ્યું છે કે માળીયા હાઇવે પર આવેલી મિનરલ ગોલ્ડ કંપનીના માલિકે ભોગ બનનાર મજુરને બર્લિન મશીન ચલાવતા ના આવડતું હોવા છતાં બળજબરીથી તેને મશીન ચલાવવાની ફરજ પાડી હતી જેને પગલે મજુર યુવાનનો હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી.

- text

વધુમા ફેકટરી માલિક દ્વારા આ ગંભીર મામલે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર કરાવવા ને બદલે બળજબરીથી વતન એમ.પી રવાના કરી દીધેલ પરિણામે ફેક્ટરીના માલિકની લાપરવાહીથી મજુરને ઈજા પહોંચવા મામલે મધ્યપ્રદેશમાં ગુન્હો નોંધાયો છે અને સ્થાનિક પોલીસને આ મામલે તપાસ સોંપાઈ છે.

- text