હળવદના માથકમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાડીમાં જુગાર રમતા મોરબી રફાળેશ્વરના ચાર શખ્સો ને ૧૩૫૧૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબી : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાડીએ જુગાર રમી રહેલા મોરબી રફાળેશ્વરના ચાર જુગરીઓને પોલીસે ૧૩૫૧૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદના માથક ગામની સીમમાં આવેલ વાડીમાં જુગાર રમતો હોવાની બાતમીને પગલે પીએસઆઇ શુકલ સ્ટાફના પંકજભાઈ તથા મહેશભાઈએ દરોડો પડતા વાડીમાં જુગાર રમી રહેલા રફાળેશ્વર મોરબીના ભગવાનજીભાઈ ગગજીભાઈ કોળી, દલાભાઈ લાલજીભાઈ સોલંકી, કિરીટભાઈ મનસુખભાઇ કોળી અને ગિરધરભાઈ ખીમજીભાઈ વાઘેલા રૂપિયા ૧૩૫૧૦ ની રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

આ મામલે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text