પછાતવર્ગના બાળકો અને અનાથ બાળાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરતા દેવેન રબારી

- text


પછાત વિસ્તારની શાળાઓમાં સ્વચ્છતાનો સંદેશો આપવા ૪૫૦ થી વધુ બાળકોને કીટ વિતરણ

મોરબી : મોરબીના શહેરીજનોને આપવાનો આનંદ સૂત્ર આપનાર યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આજે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી ગરીબ પછાત બાળકોના આરોગ્યની ચકાસણી કરાવી તેમને સ્વચ્છતા કીટ ભેટ આપી હતી. તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા દેવેનભાઈએ પોતાનો જન્મ દિવસ વિકાસ વિદ્યાલયના અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે અનોખા અંદાજમાં ઉજવ્યો હતો.

જન્મ દિવસની ઉજવણી નિમીતે દેવેનભાઈ રબારીએ વિકાસ વિદ્યાલયના બાળકો અને વડીલો સાથે કેક કાપી ભજન સંધ્યા અને સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંગીત સંધ્યામાં જાણીતા કલાકાર સોહિલ બ્લોચ, યુનુશ શેખ અને શૈલેષ રાવલે પોતાની કલાથી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

- text

આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ જન્મદિવસની અનોખી ઉજવણી ભાગરૂપે “અપવાનાનો આંનદ” ઝુંબેશ હેઠળ દેવેનભાઈએ જન્મદિવસ નિમિતે મોરબી હરિજનવાસ પ્રાથમિક શાળા તથા કન્યા શાળા, સાર્વજનિક પ્રાથમિક શાળામાં બાળકોને મેડિકલ કેમ્પ યોજી આંખની તપાસણી (જેમાં નંબર તપાસી ચશ્માં આપવા )તથા સર્વરોગ નું નિદાન કાર્યક્રમ યોજાયો અને સરકારી પ્રાથમિક શાળા ના લગભગ ૪૫૦ બાળકોને સવચ્છતા ની સમજ કેળવાય તેવા હેતુથી સવચ્છતા કીટનું વિતરણ પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતું.

- text