પાંચ જાન્યુઆરીથી ત્રી દિવસીય મોરબી યુવા જ્ઞાનોત્સવનો દબદબાભેર પ્રારંભ

- text


બૉલીવુડ નિર્માતા મધુર ભંડારકર, ગોલમાલ ફેઈમ શ્રેયસ તલપડે સહિતના મહાનુભાવો મોરબીના મહેમાન બની જ્ઞાનોત્સવમાં સહભાગી બનશે

મોરબી : મોરબીના યુવાધનને નવી દિશા ચીંધવા યોજતા યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત આ વર્ષે તા.૫,૬ અને ૭ જાન્યુઆરીના રોજ મોરબીમાં દેશની ટોચની હસ્તીઓ મહેમાન બનાવી યુવાવર્ગને સંબોધવા આવનાર છે, આ વર્ષે જ્ઞાનોત્સવમાં બૉલીવુડ ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર, બૉલીવુડ સ્ટાર શ્રેયસ તલપડે સહિતની હસ્તીઓની સાથે જાણીતા સાહિત્યકાર સાંઈરામ દવે, જાણીતા વક્તા જય વસાવડા, સૌરભ શાહ સહિતના મહાનુભાવો મોરબીના મહેમાન બનશે.

આગામી તારીખ ૫, ૬ અને ૭ જાન્યુઆરીના રોજ યોજાનાર યુવા જ્ઞાનોત્સવ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે દર વર્ષે કઇક અલગ અંદાજમાં યુવા જ્ઞાનોત્સવ ખુલ્લો મુકવામાં આવે છે જેમાં પ્રથમ વર્ષે વિકલાંગોના હસ્તે, બીજા વર્ષે વાલ્મિકી સમાજના હસ્તે, ત્રીજા વર્ષે કિન્નનરોને હસ્તે અને આ ચોથા વર્ષમાં મંદબુદ્ધિના બાળકોના વાલીઓના હસ્તે યુવા જ્ઞાનોત્સવ ખુલ્લો મુકવામાં આવશે.

શનાળા ગામ પાસે પટેલ સમાજ વાડી ખાતે યોજાનાર યુવા જ્ઞાનોત્સવમાં ૫૦૦૦થી વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે.

વધુમાં યુવા જ્ઞાનોત્સવના ત્રણ દિવસ દરમિયાન દરરોજ વિશેષ મહાનુભાવો યુવાનો માટે પોતાનું પ્રેરણાદાયી વક્તવ્ય આપશે જેમાં પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ બાદ જાણીતા કોલમિસ્ટ અભિમન્યુ મોદી યુવાનો અને ગુજરાતનો વારસો વિષય પર વક્તવ્ય આપશે બાદમાં વકતૃત્વ સ્પર્ધા યોજાશે અને ત્યાર બાદ જાણીતા વક્તા જય વસાવડા સાહસનો રોમાંચ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ચૈતન્યસ્વરૂપ સ્વામીજી જીવન એક રંગભૂમિ વિષયને લઈ વક્તવ્ય આપશે ત્યારબાદ આરજે ધ્વનિત અને જાણીતા હાસ્ય કલાકાર અને શિક્ષણવીદ સાંઈરામ દવે આજના સમયમાં બાળકોના શિક્ષણમાં વાલીની ભૂમિકા અને જાગૃતિ વિષય પર વક્તવ્ય આપશે.

- text

યુવા જ્ઞાનોત્સવના બીજા દિવસે એટલે કે તા.૬ ના રોજ સવારે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જાણીતા વિજ્ઞાનિક જે.જે.રાવલ વિજ્ઞાનથી વિકાસ વિષય પર વક્તવ્ય આપશે બાદમાં વકતૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યાર બાદ જાણીતા લેખક અને પત્રકાર સૌરભ શાહ મારો દેશ મારી સમસ્યા વિષયને લઈ વક્તવ્ય આપશે. આજ દિવસે સાંજે એનસીસી કમાંડીગ ઓફિસર કર્નલ સંજય પટેલ આજના સમયમાં દેશભક્તિ કેટલી જરૂરી તે વિષય પર યુવાનોને માર્ગદર્શન આપશે અને એન્ટી ટેરેરીઝમ સ્ક્વોડના હિમાંશુ શુકલા યુવાનોને નવી પેઢી નવા ક્રાઈમ પડકારો વિષયે માર્ગદર્શક વક્તવ્ય આપશે અને બોલીવુડના જાણીતા અભિનેતા અને ગોલમાલ ફેઈમ કલાકાર શ્રેયસ તલપડે બૉલીવુડ અને આજનો યુવાન વિષયને લઈ વક્તવ્ય આપશે.

જ્યારે યુવા જ્ઞાનોત્સવના સમાપનના અંતિમ દિવસે રવિવારે 7 તારીખે મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન, ગીત ગાશે ગુજરાત સંગીત સ્પર્ધા યોજાશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાદમાં જાણીતા વાર્તાકાર મહમદ સાદરીવાલા દેશ પ્રથમ કે ધર્મ ? વિશે પ્રકાશ પાડશે, બાદમાં જાણીતા લેખિકા અમિષા શાહ લગ્ન જીવન એટલે અંત વગરની અંતાક્ષરી વિશે વક્તવ્ય આપશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં દાતાઓનું સન્માન અને છેલ્લે બોલુવુડ નિર્માતા મધુર ભંડારકર સમાજ વ્યવસ્થા ને આપણે કેટલા સાચા કેટલા ખોટા વિષય પર વક્તવ્ય આપશે.

જ્ઞાનોત્સવ દરમિયાન દરરોજ સવારના 9 થી રાતના 9 વાગ્યા સુધી પુસ્તકમેળો પણ યોજાશે જેમાં ૨૫૦૦૦ જેટલા પુસ્તકો રાખવામાં આવશે અને ૩૦ % છૂટ આપવામાં આવશે.

મોરબી યુવા જ્ઞાનોત્સવના આયોજનની વિગત માટે સોશિયલ મિડિયાના અલગ અલગ માધ્યમથી મોરબી યુવા જ્ઞાનોત્સવ સાથે આજે જ જોડવો…

? website :

Home

? Facebook :
https://www.facebook.com/yuvagyanotsav.morbi

? Facebook page :
https://www.facebook.com/morbiyuvagnnanotsav/

? Instagram :
https://www.instagram.com/morbi_yuva_gyanotsav/

? Twitter :
https://twitter.com/yuvagyanotsav?s=08

? Telegram :
t.me/Morbi_Yuva_Gnanotsav

- text