મોરબી : કોઈપણ પ્રકારના જૂના તથા નવા વાહનમાં ૧૫ જાન્યુઆરી સુધીમાં HSRP લગાવવા વાહનધારકોને તાકીદ

- text


મોરબી : નામદાર સુપ્રિમ કોર્ટના આદેશો મુજબ તમામ જૂના તથા નવા વાહનોમા HSRP- હાઈ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવી ફરજીયાત છે. HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા માટે વાહન ડીલર ખાતે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આરટીઓ કચેરી ઉપરાંત નજીકના કોઈપણ વાહના ડીલરને ત્યાં રાજ્ય સરકારે ઠરાવેલ અધિકૃત સર્વિસ ચાર્જ આપીને અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી શકાય છે.

- text

સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર તા.૧૫/૦૧/૨૦૧૮ સુધીમાં તમામ વાહનોને અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવવા તાકીદ કરાઈ છે. અનઅધિકૃત નંબર પ્લેટ વાળા વાહનોને ગુન્હા દીઠ રૂ/-૫૦૦ સુધીનો દંડ કરવામાં આવશે. દ્રિચક્રિય અને ત્રિચક્રિય વાહનોમાં રૂ/-૮૯ અને ચાર પૈડા તથા ભારે વાહનોમાં રૂ/-૧૫૦ વધારાનો સર્વિસ ચાર્જ ભરીને અધિકૃત HSRP નંબર પ્લેટ ફીટ કરાવી શકાય છે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબીશ્રી એ.જે. વ્યાસની યાદીમાં જણાવાયું છે.

- text