છેલ્લા દોઢ મહિનામાં મોરબી જિલ્લામાં અઢી હજાર મતદારો વધ્યા

- text


વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન મોરબી જિલ્લામાં ૬૦૬૪૨ મતદારોનો વધારો

મોરબી : વિધાનસભા ચૂંટણી પૂર્વે મોરબી જિલ્લામાં છેલ્લી ધડીએ હાથ ધરવામાં આવેલી મતદાર નોંધણી ઝુંબેશને લોકોએ જબરો પ્રતિસાદ આપતા દોઢ મહિના ત્રણેય વિધાનસભા બેઠકોમાં કુલ મળી ૨૫૦૮ મતદારોનો વધારો થયો છે અને જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૭,૨૫,૧૦૦ ના આંક પર પહોંચી છે.

મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી કાર્યવાહી અંગે માહિતી આપતા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલ લોકસભા ચૂંટણી બાદ વખતો-વખતની મતદારયાદી સુધારણા ઝુંબેશ બાદ ત્રણેય વિધાનસભા બેઠકોમાં કુલ મળી ૬૦૬૪૨ મતદારોનો વધારો થયો છે પરિણામે જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૬,૬૪,૪૫૮ માંથી વધી ૭,૨૫,૧૦૦ થઈ છે.

- text

વિધાનસભા બેઠક દીઠ ૧૦/૧૧/૨૦૧૭ ની છેલ્લી સ્થિતિએ મતદારોની સંખ્યા જોઈએ તો મોરબી-માળીયા બેઠકમાં ૨,૫૫,૯૭૧, ટંકારા બેઠકમાં ૨,૨૪,૫૨૧ અને વાંકાનેર બેઠકમાં ૨,૪૪,૬૦૮ મતદારોનો સમાવેશ થયેલ છે જેમાં ત્રણ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

- text