મોરબી જિલ્લાના મતદારોને મળશે મતદાન મથકના નકશા સાથેની વોટરસ્લીપ

- text


૩૦ મી સુધીમાં તમામ મતદારોને ડોર-ટુ-ડોર મતદાર કાપલી પહોંચાડાશે

મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીમાં મોરબી જિલ્લાના તમામ મતદારોને મતદાન મથકની નકશા સાથેની વોટર સ્લીપ આપવામાં આવશે.
ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીથી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતું મતદાર કાપલીનું વિતરણ બંધ કરાવી ચૂંટણીતંત્ર દ્વારા જ મતદાર કાપલીનું વિતરણ શરૂ કરાયું છે જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરી તમામ મતદારોને તેમને ક્યાં મતદાન કરવા જવાનું છે તેના નકશા સાથેની વોટર સ્લીપ આપવામાં આવશે.

- text

વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે મતદારના ફોટો,તેમની ડિટેઇલ અને એડ્રેસની સાથો સાથ મતદાર કાપલીની પાછળની બાજુ જે-તે લાગુ પડતા મતદાન મથકનો મેપ જીપીએસ મુજબનો દર્શાવવામાં આવ્યો છે જેથી કરીને મતદારને મતદાન મથક શોધવામાં તકલીફ નહિ પડે.

ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણીના સાત દિવસ પૂર્વે મતદાર કાપલીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૭ થી ૩૦ નવેમ્બર સુધીમાં બીએલઓ મારફતે વોટરસ્લીપનું ડોર-ટુ-ડોર વિતરણ કરી દેવાશે.

- text