ટંકારા : વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભરતા રાઘવજી ગડારા

- text


66-ટંકારા વિધાનસભા બેઠક પરથી હજારો સમર્થકો ની હાજરી માં વિજયના વિશ્વાશ સાથે ઉમેદવારી પત્ર ભર્યું

મોરબી: મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પેકી પાટીદાર પ્રભુત્વ ધરાવતી 66 -પડધરી -ટંકારા બેઠક પર આજે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ  ગડારા એ વિજય મુર્હત માં ઉમેદવારી પત્ર ભરી વિજય વિશ્વાશ વ્યકત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની ટંકારા -પડધરી બેઠક પર આજે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ હજારો સમર્થકોની હાજરીમાં મોરબીથી રેલી સ્વરૂપે ટંકારા પહોંચ્યા હતા જ્યાં લતીપર ચોકડી ખાતે વિધિવત રીતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી બાદમાં ટંકારા બેઠકના રિટર્નિંગ ઓફિસર ચેતન ગણાત્રા સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું.

વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે મારો વિજય નિશ્ચિત છે હજારોની સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડેલા સમર્થકો જ ભાજપ તરફી માહોલ હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.

- text

દરમિયાન પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી પડધરી-ટંકારા બેઠક ઉપર પાટીદાર ફેક્ટર નડશે કે કેમ તે અંગે ના સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે હું જ પાટીદાર છું તો પછી પાટીદાર ફેક્ટર નડવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી અને આજે આ જે હજારો સમર્થકો જોડાયા છે તેમા મોટાભાગે પાટીદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાઘવજીભાઈ ગડારાના સમર્થનમાં મોરબી, ટંકારા અને પડધરી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના હોદેદારો,અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આમ,૬૬-ટંકારા પડધરી વિધાનસભા મતક્ષેત્રમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભરી રાઘવજીભાઈએ પોતાની જીતનો દાવો કર્યો હતો.

 

- text