મોરબી જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાના કડક અમલ માટે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ

- text


લોકો આચાર સંહિતા ભંગ સંદર્ભે ટોલ ફ્રી નં.૧૮૦૦૨૩૩૨૪૧૬૦ પર ફરીયાદ કરી શકશે

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી આચાર સંહિતાના કડક અમલવારી સંદર્ભે ફરીયાદ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે મોરબી સેવાસદન ખાતે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક ચૂંટણી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.      ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ બે તબક્કામાં યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે જેમાં ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર બેઠકોનો સમાવેશ થાય છે.ભારતનાં ચૂંટણી પંચના આદેશ અન્વયે ચૂંટણી નિર્ભયપણે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે.

- text

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને ક્યાય જો ચૂંટણી આદર્શ આચાર સહિતાનો ભંગ થતો જણાય તો જિલ્લા સેવાસદન રૂમ નં.૪૦ ગ્રાઉન્ડ ફ્લોર શોભેશ્વર રોડ ખાતે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક ચૂંટણી કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. જેના ટોલ ફ્રી નંબર ૧૮0૦૨૩૩૨૪૧૬૦ છે. જ્યારે કંટ્રોલ રૂમનો લેન્ડ લાઈન નંબર ૦૨૮૨૨-૨૪૨૬૦૩ છે. જે સેવા ૨૪ કલાક ચાલુ રહેશે જેનો જાહેર જનતાને કોઈ ચૂંટણી આચાર સંહિતા ભંગ થઈ રહ્યાનું માલુમ પડે તો સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવ્યું છે.

 

- text