આજે મંગળવારે હાર્દિક પટેલ મોરબીમાં

- text


સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે

મોરબી: આજે મંગળવાર તારીખ 31ના રોજ સરદાર પટેલ જન્મ જયંતિ પ્રસંગે મોરબી ખાતે યોજાયેલ એક શામ સરદાર કે નામ કાર્યક્રમમાં હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહી સભા ગજાવશે.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે મોરબી સુપરમાર્કેટ નજીક પાસ દ્વારા એક શામ સરદાર કે નામ દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સાંજે ૬ થી ૮ દરમિયાન દેશભક્તિના ગીતો રજુ કરશે અને બાદમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ જાહેર સભાને સંબોધશે.
મોરબી પાસના કન્વીનર મનોજ પનારાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં હજારોની સંંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહેશે.

- text

- text