મોરબીમાં સાધુસંતો અને અનાથ બાળકોના હસ્તે કેક કાપી જલારામ જયંતિ ની અનોખી ઉજવણી 

- text


મોરબી જલારામમય બન્યું : છપનભોગ, કેક કટિંગ સહિતના અનેકવિધ કાર્યક્રમો

મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ આજે તા૨૭ને કારતક સુદ સાતમ ના રોજ અનેક વિધ કાર્યક્રમો યોજી જલારામ જયંતિ ની ઉજવણી કરવા મા આવી હતી જેમાં બપોરે અલગારી સાધુ સંતો અને અનાથ બાળકોના હસ્તે કેક કાપવામાં આવી હતી.
જે અંતર્ગત આજે સવારે ૬ કલાકે પ્રભાત ધૂન, ૯ કલાકે સર્વજ્ઞાતિય મહાયજ્ઞ, ૫૬ ભોગ અન્નકુટ દર્શન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી તેમજ કેક કટીંગ કરવામાં આવ્યું હતું. મોરબી જલારામ મંદીર દ્વારા પ્રવર્તમાન વર્ષે અલગારી સાધુ સંતો અને અનાથ બાળકોના હસ્તે કેક કટિંગ કરી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત સાંજે ૫ કલાકે ૫ થી ૧૫ વર્ષ ના સર્વજ્ઞાતિય બાળકો માટે વિનામુલ્યે વેશભુષા સ્પર્ધા નુ અનેરુ આયોજન કરવા મા આવેલ છે. જેમા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર ને ઈનામ તેમજ તમામ સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ આપવા મા આવશે. ત્યાર બાદ સાંજે ૭ કલાકે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજવા મા આવશે.
આ ઉજવણી ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, રાજુ ભાઈ ગીરનારી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડિત, ભાવીન ઘેલાણી, ચિરાગ વોરા, વિશાલ ગણાત્રા, નરેન્દ્રભાઈ રાચ્છ, હરીશ ભાઈ રાજા, ચંદ્રવદન ભાઈ પુજારા, જીતુ ભાઈ કોટક, જીતુ ભાઈ પુજારા, ચિંતન ઘેલાણી, હસુ ભાઈ પુજારા, કાજલબેન ચંડીભમ્મર, મનોજ ચંદારાણા, અનીલ ભાઈ સોમૈયા, સચીન ભાઈ ચંદારાણા, જીજ્ઞેશ પોપટ, અમીત પોપટ, સી.પી. પોપટ, નેહલ ભાઈ કોટક, સાગર જોબનપુત્રા, રાજુ ભાઈ સોમૈયા, ભાવીન ભાઈ ખંધેડીયા, જયેશ ભાઈ કંસારા, દીનેશ ભાઈ પારેખ, નંદલાલ ભાઈ રાઠોડ, હરી ભાઈ ભટાસણા, મનિષ પટેલ, હીતેષ જાની, ફીરોઝ ભાઈ, દીનેશ સોલંકી, હરગોવિંદદાસ દેવમોરારી, બદ્રીપ્રસાદ અગ્રાવત, હરીલાલ દસાડીયા, જે.આઈ. પુજારા, કીર્તિભાઈ પાવાગઢી, રમણીકલાલ ચંડીભમ્મર, જગદીશ ભાઈ કોટક, કીશોર ભાઈ ઘેલાણી, કીશોર ભાઈ મીરાણી, રમેશ ભાઈ બુધ્ધદેવ, અશોક ભાઈ પાવાગઢી, કમલેશ ભાઈ ભોજાણી, સંજય હીરાણી, કીશન પુજારા, ગૌરવ ભોજાણી, હીતેષ કારીયા, ખુશાલ પોપટ, પ્રતાપ ભાઈ ચગ સહીત ના આગેવાનો જહેમત ઉઠાવી હતી.

- text