૮મીએ મોરબીમાં યોજાશે મેગા સિરામિક જોબફેર

- text


સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી અને રોજગાર મેળવવાની ઉત્તમ તક

મોરબી : ભારતની નંબર વન મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉજ્જવળ કારકિર્દી ધડવા અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે આગામી ૮ ઓક્ટોબરે મોરબી ખાતે મેગા સીરામીક જોબફેર યોજાનાર છે.

- text

મોરબીની ગ્લોબલ જોબ પ્લેસમેન્ટ કંપની દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી ઘડતર અને રોજગાર મેળવવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે તા.૮ ઓક્ટોબરના રોજ મોરબીના નેશનલ હાઇવે પર ત્રાજપર નજીક આવેલ શિવ અજંતા હોટલ ખાતે જોબ એક્સ્પો-૨૦૧૭નું આયોજન કર્યું છે જેમાં સવારે ૯ થી સાંજના ૬ દરમિયાન ૫૦ થી વધુ સિરામિક કંપનીઓ જુદી-જુદી ૩૦૦થી વધુ જગ્યા માટે સ્પોટ જોબ ઓફર કરનાર છે.
જોબ એક્સ્પો ૨૦૧૭ અંગે ગ્લોબલ જોબ પલ્સમેન્ટના રસ્મિનભાઈ ચન્દ્રોલાએ જણાવ્યું હતું કે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ માટેના આ મેગા જોબફેરમાં ૧૦૦૦થી વધુ કેન્ડીડેટ હાજર રહેશે અને લાયકાત મુજબ સારી કંપનીમાં નોકરીની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ખાસ નોંધનીય છે કે આ મેગા જોબ એક્સપોમાં પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા યુવક યુવતીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ફ્રેશર,ધોરણ ૧૦/૧૨ પાસ,આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવાર, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://globaljobmorbi.com/job_fair/ પર રજીસ્ટ્રેશન કરાવી વીઆઈપી એન્ટ્રી કુપન મેળવી લેવું.

 

- text