મોરબીમાં લોહાણા સમાજ દ્વારા પ્રેરણાદાયી કાર્ય

- text


આર્થિક રીતે નબળા 53 છાત્રોને રૂ.1.76 લાખના શિષ્યવૃતિના ચેક અપાયા

- text

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જલારામ પ્રાર્થના મંદિરે લોહાણા મહાજન અને લોહાણા મહા પરિષદ દ્વારા રઘુવંશી વિધાર્થીભાઈ બહેનોને શિષ્યવૃતિ ચેક અર્પણના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સી.પી પોપટ ,ઘનસ્યામભાઈ પુજારા ,હસમુખભાઈ પુજારા ,વાલજીભાઈ ચગ સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને આ મહાનુભાવોના હસ્તે સમાજના આર્થિક રીતે નબળા 53 છાત્રોને રૂ.1.76 લાખના શિષ્યવૃતિના ચેક અર્પણ કરાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદ દ્વારા છેલ્લા સાત વર્ષથી સમાજના આર્થિક રીતે નબળા વિધાર્થીભાઈ બહેનોને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે.જેમાં પ્રાથમિકમાં અભ્યાસ કરતા છાત્રોને રૂ.1200,માધ્યમિકમાં રૂ.2200 અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા છાત્રોને રૂ.3200 ની શિષ્યવૃતિ આપવામાં આવે છે.આ કાર્યક્રમ માં મહાનુભાવો લોહાણા સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા વિધાર્થીઓને પૈસા વાંકે અભ્યાસ ન અટકે તે માટે તેમના માતા પિતા એ ખાસ ધ્યાન રાખવા પર ભાર મુક્યો હતો.લોહાણા સમાજના અગ્રણી ચંદ્રવદન પુજારા ,ગિરીશ ઘેલાણી ,નિર્મિત કકકડે ભારે જહેમત ઉઠાવી હતી

- text