મોરબી આહીર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી:મોરબી જિલ્લા આહીર કર્મચારી મહામંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ અને જીપીએસસી પરીક્ષા પાસ કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

અત્રેના ટાઉન હોલમાં મોરબી આહીર સમાજના ૧૫૪ તેજસ્વી તારલાઓ અને જીપીએસસીની પરીક્ષા પાસ કરનાર તેજસ્વી યુવાનોનું કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,આ તકે મહંત જગ્ગનાથ મહારાજ,સંત ભાવેશ્વરીબેન,જીએસટી રાજકોટના જોઈન્ટ કમિશનર સી.આર.લાડુમોર,સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રો.જે.એચ.ચન્દ્રાવાડિયા,નરસંગ હૂંબલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું એ ઉપરાંત જીપીએસસી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર આશિષ મિયાત્રા, ભરત બસિયા અને નિશાંત કુવાસીયાને પણ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીએસટી રાજકોટના જોઈન્ટ કમિશનર સી.આર.લાડુમોરે પોતાના પ્રાથમિક પ્રવચનમાં સમાજના બાળકોને આગળ આવી ભણવાની સાથે-સાથે સ્પર્ધાત્મક પરીક્ષા આપી દેશ સેવા માટે આગળ વધવા જણાવ્યું હતું સાથો-સાથ સમાજની દીકરીઓને પણ ભણી ગણીને આગળ વધી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રામભાઈ વારોતરિયા,માયુરભાઈ ગજીયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text