ટંકારા બેન્કમાં શિષ્યવૃતિ માટે ના ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાથી દર મહિને 60 નો ડામ ની બેન્ક ને રજુઆત કરી

- text


ગ્રાહકો ની હાલાકી બાબતે પણ લેખીત મા રાવ જીલ્લા કલેકટર ને પણ જાણ કરી વાલીને જાગૃત કરવા અભ્યાન શરૂ.
નોટ બંધી બાદ બેન્ક ના નિયમો અને કામ કરવાની પધ્ધતિ મા રોજ દરરોજ ફેરફાર થતો હોય ખાતા ધારકો નવા નિયમોથી સાવ અજાણ હોય છે આવોજ નિયમ અગાઉ જીરો બેલેન્સ થી ખુલેલા ખાતા મા મહીને બે હજાર ફરજીયાત રાખવાના નિયમને કારણે ગરીબ જરૂરીયાતમંદ અને શિષ્યવૃત્તિ માટે ના ખાતાધારોકો ને દાઝ્યા પર ડામ જેવી હાલત થઈ ગઈ છે વર્ષ માત્ર એક વખત સરકારી સહાય માટે ના ખાતા મા બે હજાર કયાથી આવે? તો રોજેરોજની કમાણી કરી પેટયુ રળતા ના બેન્ક ખાતા માતો ફદીયુ પણ નથી તો આવો નિયમ શુ કામ
જેની રજૂઆત અને માંગ સાથે ટંકારા મા આજે SBI ને વિર્ધાથી અને ગ્રાહકો ની હાલાકી બાબતે રજુઆત કરવામાં આવી હતી જેમા તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. બેન્ક ના મેનેજર ને સ્ટાફ ની મનસુફી અને અયોગ્ય જવાબ ની પણ પ્રશ્ન ની છળી વર્ષી હતી જમા ઉપાડ. કે થર્ડ પાર્ટી ને પૈસા પણ જમા ન કરી શકે? તો એટીએમ કાર્ડ ફરજીયાત કરવા પણ દબાણ કરાતું હોવાનું જણાવ્યું હતું જનધન ના ખાતા નુ રૂપી કાર્ડ માટે જહેમત ન ઉઠાવનાર એટીએમ કાર્ડ પર કેમ ભાર મૂક્યો તે પણ મોટો સવાલ છે આવા તો અનેક પ્રશ્નો ઉભા થયા હતા પંરતુ મુખ્ય રજૂઆત બાળકો માટે ત્રણ દિવસ નો સમય આપ્યો છે. ત્યારે ટંકારા ની બિજી શાખા મા પણ લેખીત રજુઆત કરાશે
આ તકે ભુપત ગોધાણી લલિતભાઈ કગથરા. અનિલભાઈ કામરિયા. ચેતન ત્રિવેદી. ભાવિન સેજપાલ ઉગાભાઈ. ખિજડીયા વાળા હસમુખભાઈ જૈન શાળા ના આચાર્ય ને નગરજનો તથા વાલીગણ હાજર રહ્યા હતા

- text