મોરબીમાં તસ્કર રાજ:જુના ઘુટુ રોડ પર ધર્મગંગા એસ્ટેટમાં ચાર દુકાનોમાં ખાતર પડ્યું

- text


મોરબી:મોરબી શહેર જિલ્લાને તસ્કરો ધમરોળી રહ્યા છે ગઈકાલે ત્રણ દુકાનો તૂટ્યા બાદ આજે મોરબીના જુના ધુટુ રોડ ઉપર આવેલ ધર્મગંગા એસ્ટેટમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને ચાર દુકાનોમાં ખાતર પાડી રૂપિયા ૩૭૦૦૦ની માલમતા ઉઠાવી જતા લોકોમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જૂના ઘુટુ રોડ પર આવેલા ધર્મગંગા એસ્ટેટ નામના બીલ્ડીંગને નિશાન બનાવી તસ્કરો એક મોબાઈલ શોપ,પાનની દુકાન અને બે પ્રોવિઝન સ્ટોરના શટર તોડી રોકડ રકમ,પરચુરણ અને મોબાઈલ શોપમાંથી રિચાર્જ વાઉચર સહિત ૩૭૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં મોરબીમાં તસ્કરરાજ હોય તેમ વાંકાનેર,હળવદ,મોરબી,ટંકારા,હડમતીયા અને મોરબી સહિતના પંથકમાં તરખાટ મચાવી રહ્યા હોવ છતાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે.

- text

 

- text