ઓપન ઉત્તરાખંડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં મોરબીની રુશિકા કાથરાણીએ મેદાન માર્યું

- text


સ્પર્ધામાં પાંચ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવ્યા

મોરબી : ઉત્તરાખંડમાં યોજાયેલ સ્ટેટ લેવલની પ્રતિયોગીતામાં મોરબીની દીકરીએ મેદાન મારી એક,બે નહીં પણ પાંચ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું હતું.જે બદલ સમગ્ર મોરબીનાં લોકો તેને અભિનઁદનની વર્ષા કરી રહ્યા છે.
મોરબીની રુશિકા રૂપેશભાઈ કાથરાણી 16 મી ઓપન ઉત્તરાખંડ રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં તમામ પ્રદેશના શ્રેષ્ઠ શૂટર્સના 1500 થી વધારે સ્પર્ધકો સામે રુશિકાએ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 3 સિલ્વર મેડલ મેળવી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં યૂથ કેટગરીમાં વ્યક્તિગત પર્ફૉર્મેન્સ આપી 10 મીટર એર રાઇફ્લ શૂટ કરી ગોલ્ડન મેડલ, ટીમ પર્ફૉર્મેન્સમાં પણ 10 મીટર એર રાઇફ્લ શૂટ કરી એક ગોલ્ડ મેડલ, જુનિયર કેટગરીમાં વ્યક્તિગત પર્ફૉર્મેન્સ આપી એક ગોલ્ડ મેડલ, જુનિયર કેટગરીમાં ટીમ પર્ફૉર્મેન્સમાં 10 મીટર એર રાઇફ્લ શૂટ કરી એક ગોલ્ડ મેડલ, ઓપન કેટગરીમાં વ્યક્તિગત પર્ફૉર્મેન્સમાં 10 મીટર એર રાઇફ્લ શૂટ કરી એક સીલ્વર મેડલ, ઓપન કેટગરી ટીમ પર્ફૉર્મેન્સમાં 10 મીટર એર રાઇફ્લ શૂટ કરી એક ગોલ્ડ મેડલ, યૂથ કેટગરી પર્ફૉર્મેન્સમા 50 મીટર 22 ઓપન સાઈડ શૂટ કરી એક સીલ્વર મેડલ તેમજ જુનિયર કેટગરીમાં પણ 50 મીટર 22 ઓપન સાઈડ શૂટ કરી એક સીલ્વર મેડલ મેળવ્યા છે. તેની આ સિધ્ધિ બદલ ઉત્તરાખંડ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત ઇનામ વિતરણમાં હાજર તમામ મહાનુભાવો , રાજ્યના શિક્ષણ મંત્રી ધનસિંહ રાવત અને કેબિનેટ મંત્રી હરકસિંહ રાવતે ટીમ ઇકોલના અભૂતપૂર્વ અભિનય માટે પ્રશંસા કરી હતી. જે માત્ર રુશિકા માટે નહી પરંતુ સમગ્ર મોરબી માટે ગૌરવની વાત છે.

- text

- text