ટંકારામાં માં નર્મદા મહોત્સવની તૈયારી પૂર્વે મિટીંગ યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાનાં ગામોમાં ” માં નર્મદા મહોત્સવ”ની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવા માટે ટંકારા તાલુકાના લાઈઝન અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી રેખાબા સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને તમામ આધિકારીઓની ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ટંકારાનાં ગામોમાં તા. 6 અને 7 સપ્ટેમ્બરનાં તથા 14 અને 15 સપ્ટેમ્બર રથ એમ કુલચાર રૂટવાઈઝ ગામોમાં ફરશે.તેનીમાહિતી તથા કાર્યવાહીની રૂપરેખા બાબતે લાયઝન આધિકારીઓ ટંકારા તાલુકાના અધિકારી, સરપંચ, પદાધિકારીને સૂચનાઓ તથા માર્ગદર્શન પુરુ પડવામાં આવ્યું હતું. આ મિટીંગમાં મામલતદાર ઈ.ચા. તાલુકા વિકાસ અધિકારીઓ તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

 

- text