મોરબી : કાલિકા પ્લોટમાં ભાદરવી અગિયારસની રામદેવપીરના મંદિરે ધામધૂમથી ઉજવણી કરાશે

- text


મોરબી : રવાપર રોડ કાલિકા પ્લોટમાં આવેલા રામદેવપીરના મંદિરે છેલ્લા 30 વર્ષથી ભાદરવી અગિયારસ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય વિવિધ ધર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.30 સુદ નોમના દિવસે સવારે રામદેવપીર મંદિરે ધજા ચડાવવામાં આવશે. ત્યારબાદ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા.31 સુદ દશમના દિવસે રાસગરબા અને તા.1 સુદ અગિયારસના રોજ સવારે11 કલાકે મહાઆરતી, રામદેવપીરના પગલાને રામઘાટે જઈ પવિત્ર જળમાં સ્નાન કરાવી ફરી મંદિરે આવી રામદેવપીરના વાજતેગાજતે સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે બટુક ભોજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:30 કલાકે મહાઆરતી તેમજ ધૂન રાસગરબા સાથે જાગરણ કરવામાં આવશે. આ ઉજવણીમાં સર્વે ભક્તોને પધારવા રામદેવ સેવા મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text