ઈંગ્લીશ દારૂ સાથે બે યુવાનને ઝડપી લેતી મોરબી પોલીસ

- text


મોરબી : તાલુકા પોલીસે માળીયા હાઇવે પરથી ઈંગ્લીશ દારૂની ખેપ મારી આવી રહેલા જૈન વણિક અને મુસ્લિમ યુવાનને રૂપિયા 9300ની દારૂની બોટલ અને મોટર સાઇકલ સાથે ઝડપી લઈ 44300નો મુદામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યમુના નગરમાં સંજયભાઈ પટેલના મકાનમાં રહેતા ચિરાગ ઉર્ફે લાલો નવીનચંદ્ર શાહ ઉ.22 અને મદીના નગરમાં રહેતો મહમદ હમીરભાઈ કુકડ ઉ.23 નામના શખ્સો ગઈકાલે માળીયા હાઇવે પાર લક્ષ્મીનગર ગામના પાટિયા નજીક થઈ વિદેશી દારૂની 23 મોટી બોટલ અને 24 નંગ ચપલા (નાની બોટલ) સાથે મોરબી તાલુકા પોલીસના કોન્સ્ટેબલ ઉજ્જ્વલદાન જીતુદાન ગઢવી સહિતના સ્ટાફે ઝાડપી લઈ દારૂ અને મોટર સાયકલ સહિતનો 44300નો મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ ડી-સ્ટાફ જમાદાર જાડેજા ચલાવી રહ્યા છે.

 

- text