ટંકારા : ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી

- text


ટંકારા : અમરાપર રોડ ઉપર આવેલ વિહોત પાન સામે કોથરા અને બકાલુ વેચી પેટયુ રળતા દેવિપુજક પરીવાર નુ મકાન વરસાદ ને કારણે ધરાશાયી થઇ ગયું હતું.

- text

ટંકારામાં રાત્રે આવેલા વરસાદ ને કારણે વસંત રાયસંગ કુઢિયા એકલો ધસધસાટ નિદ્રા મા સુતો હતો ને ઓચીતિ પવન સાથે આવેલા વરસાદે મકાન ને જમીન દોસ્ત કરી નાખ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ યુવાન પરથી છત નો આસરો છિનવાય ગયો છે ધરની વખરી પણ પલળી ગઈ છે તો મકાન પડવાથી સાધન સામગ્રી ટુટફુટ થઈ ગઈ છે. આ ધટના ની જાણ ટંકારા ફલ્ડ કંટ્રોલ ને કરી છે.

- text