ઉજ્જવલા યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૭૦% ગેસ કનેકશન આપવાની કામગીરી પૂર્ણ

- text


જિલ્લાના હળવદ તાલુકાના બી.પી.એલ. ૨૬૬ ગરીબ મહિલા લાભાર્થીઓને મંત્રીશ્રી દ્વારા ગેસ કનેકશન અર્પણ કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ ૭૦% ઉપરાંત બી.પી.એલ.ગરીબ મહિલાઓને ગેસ કનેકશન અપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ આઈ.ટી.આઈ.એચ.ઈ.એસ.સ્કુલ, હળવદ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ તાલુકાની ૨૬૬ ગરીબ મહિલાઓને ગેસ કનેકશન વિતરણ કરવા યોજાયેલા કાર્યક્રમમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી જયંતીભાઇ કવાડીયાએ જણાવ્યું હતું.કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગરીબ મહિલા લાભાર્થીઓને ગેસ કનેકશન અર્પણ કરાયા હતા.
મંત્રીશ્રી કવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચુલો ફુકતી ગરીબ મહિલાઓની ચિંતા કરી તેઓને આ યાતનામાંથી બહાર લાવવા વડાપ્રધાનશ્રી ઉજ્જવલા યોજના કાર્યન્વિત કરી દેશમાં બી.પી.એલ. યાદીમાં સામેલ કરોડો ગરીબ મહિલાઓને આ યોજના હેઠળ આવરી ગેસ કનેકશન આપી દેવાયા છે. તેમ જણાવી તેમણે મોરબી જિલ્લામાં પણ આ યોજના હેઠળ ૭૦% ઉપરાંત ગરીબ મહિલા લાભાર્થીઓને ગેસ કનેકશન આપી દેવામાં આવ્યા છે. તેમ જણાવ્યું હતું મંત્રીશ્રીએ પક્ષના પ્રતિનિધિશ્રીઓ ગરીબ પ્રજાના કામો કરવા સતત દોડતા રહી સરકારની જે યોજનાઓ છે. તેના લાભો વધુ લોકોને મળે તે માટે જાગૃત રહે તેવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની મહેચ્છા છે. તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે એસ.ટી. નિગમના ડીરેકટર શ્રી બીપીનભાઇ દવે એ વડાપ્રધાન ઉજ્જવલા યોજના ગરીબ મહિલાઓ માટે આરોગ્ય સંભાળ માટે આશીર્વાદરૂપ બની છે. તેમ તેમણે જણાવ્યું હતું. એડીશ્નલ કલેકટરશ્રી અજય દહીયાએ ગરીબ લાભાર્થી મહિલાઓને વડાપ્રધાનશ્રીની ઉજ્જવલા યોજના હેઠળ મળેલ ગેસ કનેકશન નો સારી રીતે ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે હળવદ નગરપાલીકાના પ્રમુખ શ્રી રણછોડભાઇ દલવાડીયાએ પ્રસંગોચિત વક્તવ્યમાં ગરીબ લોકો માટેની સરકારની ઘણી યોજનાઓ છે. તેનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં હિનાબેન મહેતા, ધિરૂભા ઝાલા, ચંદુભાઇ સિહોરા, ઘનશ્યામભાઇ ગોહિલ, શ્રી ખેંગારભાઇ દલવાડી, શ્રી વલ્લભભાઇ પટેલ, દમયંતીબેન બારોટ, રજનીભાઇ સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text