શ્રીલંકામાં સિરામીક એક્સપોના પ્રમોશનને જબરો પ્રતિસાદ

- text


મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ વિશાલ આચાર્ય દ્વારા શ્રીલંકાના બિલ્ડરોને વિસ્તૃત માહીતી અપાઈ

- text

મોરબી : નવેમ્બરમાં ગાંધીનગર ખાતે મોરબી સીરામીક એસોસિયેશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા યોજાઈ રહેલા દુનિયાના સૌથી મોટા સીરામીક એક્ઝિબિશન વાયબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટ 2017નું સમગ્ર દુનિયામાં જોર શોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું જેના ભાગ રૂપે હાલમાં શ્રીલંકામાં કોલંબો ખાતે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ વિશાલ આચાર્ય દ્વારા શ્રીલંકાના બિલ્ડરોને વિસ્તૃત માહીતી આપી હતી અને અને આ કાર્યક્રમ મા ઇન્ડીયન એમબેસી -હાઇ કમીશ્નર ઓફ ઇન્ડીયા – કોમર્સ સેક્રેટેરી શ્રી રાજીવ અરોરા ખાસ હાજર રહેલ તેમજ નેશનલ કન્શટ્રકસન એશોસીએસન ઓફ શ્રીલંકાના ચેરમેન શ્રી રૂવાન ડી. સીલ્વા તેમજ ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટરીઝ ઓફ શ્રીલંકા ના પ્રમુખ શ્રી શરત કહાપ્લાર્ચી તેમજ સેનીટેરી એન્ડ ટાઇલ્સ એશોસીએસન ઓફ શ્રીલંકા ના પ્રમુખ શ્રી કામીલ હુસેન પણ હાજર રહેલ અને શ્રીલંકામા નવા બાંધકામ ક્ષેત્રમા આવેલ નવા રોકાણો આશરે ૧૦૦૦થી વધુ નવા રૂમો સાથે હોટલો બની રહી છે ત્યારે બધાએ ભારતમાથી ટાઇલ્સ અને સિરામીક ઉત્પાદનો ખરીદવાની તૈયારી દર્શાવી અને ત્યાના ઇમ્પોર્ટ ના રીપોર્ટ મુજબ ગત વર્ષ કરતા ૧૦ % નું ઇમ્પોર્ટ ભારતથી વધ્યું છે જે અત્યારે ૩૦ % ઇમ્પોર્ટ ચાલુ થયું છે ત્યારે આ વર્ષે ૫૦ થી વધુ ગ્રાહકો અને બીલ્ડરો આ એકસીબીસન ની મુલાકાત લેશે અને આવતા પાંચ વર્ષ મા ૫૦ % ઇમ્પોર્ટ ભારતમાંથી કરવાની તેમની ઇચ્છા છે. આમ આજે શ્રીલંકાના કોલમ્બોમાં યોજાયેલા એક્સપોના પ્રમોસનને જબરો પ્રતિસાદ મળ્યો હતો.

- text