ખેડુત પોતાના ખેતરમાં ખેતી આધારિત ઉધોગ સ્થાપવા માંગે તો અગ્રતાના ધોરણે વીજ કનેકશન અપાશે : સાપરીયા

- text


મોરબી જિલ્લામાં રૂા ૩૪૮૯.૨૯ લાખના ખર્ચે નિર્માણ થયેલ છ ૬૬ કે.વી સબ સ્ટેશન તેમજ રૂા ૮૫૦ લાખના ખર્ચે નિર્માણ થનાર એક ૬૬ કે.વી સબ સ્ટેશનનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ,ભુમિપુજન

મોરબી : કોઈપણ ખેડુત પોતાના ખેતરમાં ખેતી આધારિત ઉધોગ સ્થાપવા માંગે તો અગ્રતાના ધોરણે વીજ કનેકશન આપવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એમ ઉર્જા અને કૃષિ મંત્રીશ્રી ચિમનભાઇ સાપરિયાએ આજે મોરબી જિલ્લામાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન લીમીટેડના વાકાનેર મોરબી અને ટંકારા તાલુકાના ૬૬ કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણ તેમજ ભુમિ પુજનનાયોજાયેલ કાર્યક્રમમાં ઉપર મુજબ જણાવ્યું હતું
મંત્રીશ્રી ચિમનભાઇ સાપરિયાએ વાંકાનેર તાલુકાના રૂ.૩૩૬.૮૫ લાખના ખર્ચે ૬૬.કે.વી. જાલીડા સબ સ્ટેશન, રૂ.૫૩૩.૦૫ લાખના ખર્ચે પંચાસર ખાતે રૂ.૧૨૮૫.૩૯ લાખના ખર્ચે લાકડધાર-૨ તેમજ ટંકારા તાલુકાના સરાયા ગામે ૬૬.કે.વી. સબ સ્ટેશન રૂ.૪૨૯ લાખ, હડમતીયા સબ સ્ટેશન રૂ.૩૯૫ લાખ તથા મોરબી તાલુકાના પાનેલી ગામે રૂા ૫૧૧ લાખના ખર્ચે ૬૬.કે.વી.સબ સ્ટેશનના મળી કુલ રૂા ૩૪૮૯.૨૯ લાખના ૬ નવનિર્મિત થયેલ સબ સ્ટેશનોના કામના તક્તિ અનાવરણ કરી લોકર્પણ તેમજ મોરબી તાલુકાના નીચી માંડલ ૬૬.કે.વી. સબ સ્ટેશનના રૂ.૮૫૦ લાખના ખર્ચે થનાર કામનું ભુમિપુજન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મંત્રીશ્રી સાપરિયાએ જણાવ્યું હતું કે ખેડુતોને તત્કાલ યોજના હેઠળ અગ્રતાના ધોરણે વિજ કનેકશન મળે તે માટે સરકારે નિર્ણય કરેલ છે. સાથે ખેડુતો જરૂરિયાત મુજબ વિજલોડ વધારો અને ઘટાડો કરી થકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મંત્રીશ્રી ચિમનભાઇ સાપરિયાએ જણાવ્યું કે રાજ્યના સંવેદનસીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે ખેડુતો, ઉદ્યોગકારો અને લોકોને પુરતો ગુણવતાવાળો વિજ પુરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ વિજ સબ સ્ટેશનોનુ નિર્માણ કરવા નિર્ણય કર્યો છે.વર્ષ ૨૦૦૧થી ૨૦૧૭ સુધીમાં ૧૭૦૦ વિજ સબ સ્ટેશન કાર્યોન્વીત કરાયા છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જુદા જુદા વિભાગના મળી કુલ ૩૭૫ નિર્ણયો લોકોને લાભ થાય તે પ્રમાણે લીધા છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આ સબ સ્ટેશનો કાર્યોન્વીત થવાથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો , ઉદ્યોગોને પુરતો વિજ પુરવઠો મળતો થશે તેમ જણાવ્યું હતું
મોરબી જિલ્લામાં સબ સ્ટેશનો ઝડપી કાર્યાન્વીત કરવામાં થતી જમીન સંપાદનની કામગીરીમાં ત્વરિત નિર્ણયો કરી જમીન ફાળવનાર જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલની કામગીરીને મંત્રીશ્રીએ બીરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ સરકારે વિકાસ કામો માટે કરેલા સંકલ્પોમાં મેળવેલ સિધ્ધીઓને લોકો સુધી પહોચાડવા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં સંકલ્પ સિધ્ધી કાર્યક્રમ ચાલી રહ્યા છે.. તેમ જણાવી તેમણે નીચીમાંડલ ગામમાં ગેસ. ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપલાઈન ના કામો પૂર્ણ થઈ ગયેલ છે. આ તમામ વિકાસ કામોમાં ગામના લોકો મારા પણાનો ભાવ રાખી કામોની જાળવણી કરે તે જરૂરી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્ર્મની શરૂઆતમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (જેટકો) ના એડિશનલ ઈજનેર શ્રી ડી.કે. વાસદડીયાએ સ્વાગત ઉદબોદન તેમજ કાર્યક્રમના અંતમાં અધિક્ષક ઈજનેરશ્રી એન .એન.ભટ્ટ એ આભાર દર્શન કર્યુ હતું. મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો એ સબ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.એસ.ખટાણા.ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલીયા. ધારાસભ્યશ્રી કાંતીભાઇ અમૃતિયા, જિલ્લાના પ્રભારી અને માજી ધારાસભ્યશ્રી મેધજીભાઇ કણઝારીયા, મંત્રીશ્રીના કાર્યલય સચીવશ્રી જે.કે.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, પી.જી.વી સી.એલ.ના. અધિક્ષક ઈજનેરશ્રી ભલાણી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી.ગોરધનભાઇ સરવૈયા તેમજ ગ્રામ સરપંચશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text