મોરબી પાલિકા કચેરી પાછળ જ સરકારી જમીન પર છડેચોક દબાણ : કલેકટરને ફરિયાદ

- text


મોરબી : મોરબી પાલિકાની કચેરીની પાછળ કરવામાં આવેલું દબાણ હટાવવા કલેકટર સમક્ષ ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

મોરબી વિકાસ સમિતિના પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી ધગધગતા આરોપ લગાવતા જણાવ્યુ હતું કે મોરબી નઞર પાલિકા એ પ્રજાના જાનમાલ ની જાણવણી કરવા ની ફરજ છે પણ હાલ મોરબી નઞર પાલિકા પ્રજા નુ ધ્યાન રાખવા ને બદલે સતાધીશો પોતાના ખિસ્સા ભરવા મા લાગી ગયા છે, પ્રજાને ગટર પાણી લાઈટ સફાઈ જેવી સવલત આપવા મા નિષ્ફળ થયેલ પાલીકા ના સતાધિશો સાતમ આઠમ ના તહેવાર મા લોકમેળા નુ મનોરંજન આપી નથી શકતા. ખાલી પોતાના ફોટા ના બેનર બનાવી પ્રજાના ટેકસ ના પૈસા બરબાદ કરતા લોકો સામે પઞલા લેવા જરુરુ છે,પાલિકા ઓફીસ પાછળ નઞરપાલીકાની જમીન દબાણ કરવા મા આવેલ છે તે પ્રજા માટે ખુલ્લી કરવાની માંગણી કરવામાં આવી છે.
આ જમીન તાત્કાલીક ખુલ્લી કરવામાં નહિ આવે તો વિકાસ સમિતી દ્રારા પાલીકા સામે આદોલન કરવામા આવશે. તેમેજ આ બાબત તપાસ કરી જવાબદાર સામે પઞલા લેવા મોરબી શહેર વિકાસ સમિતિના પ્રમુખ મહેશ રાજયઞુરુએ અંતમાં માંગણી ઉઠાવી છે.

- text

 

- text