મહેશ રાજ્યગુરુના આક્ષેપો પાયા વિહીન : દબાણ છે જ નહીં : ભરતભાઇ જારીયા

- text


પાલિકા ઉપપ્રમુખની સપષ્ટતા બાદ મહેશ રાજ્યગુરૂએ દબાણની ફરિયાદ ગેરસમજમાં થયાનું સ્વીકારી થુંકેલુ ચાટ્યું

પાલિકા કચેરી પાછળ અસામાજિક તત્વોના અડ્ડા જેવી જગ્યામાં જાહેર જનતા માટે બગીચો બનાવાયો હોવાની પાલિકા ઉપ પ્રમુખ ની સ્પષ્ટતા

મોરબી :મોરબી નગર પાલિકાના સતાધીશો દ્વારા પાલિકા કચેરીની પાછળ દબાણ કરાયા અંગેના આક્ષેપોનું ખંડન કરતા પાલિકા ઉપ પ્રમુખ ભરતભાઇ જારીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ક્યાંય પણ દબાણ છે જ નહીં મહેશ રાજ્યગુરુને દુઃખે છે પેટ ને કુટે છે માથું જેવી સ્થિતિમાં આક્ષેપો કરતા હોવાનું તેમને ઉમેર્યું હતું.
મોરબી પાલિકાના સતાધીશો દ્વારા પાલિકા કચેરીની પાછળ પાલિકાની માલિકીની જગ્યામાં દબાણ થયા હોવાની ફરિયાદ વિકાસ સમિતિના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવ્યા બાદ આ મામલે મોરબી પાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ જણાવ્યું હતું કે મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા જે જગ્યાનો ઉલ્લેખ કરી આક્ષેપ કરવામાં આવ્યો છે તે જગ્યા પર કોઈ પણ નું દબાણ છે જ નહીં. હકીકતમાં જ્યારે મહેશભાઇના પત્ની પાલિકા ના પ્રમુખ હતા ત્યારે પણ આ જગ્યામાં બગીચો અને હીંચકા મોજુદ હતા, આ પ્રશ્નવાળી જગ્યામાં અસામાજિક તત્વો અડો જમાવતા હોય ત્યાં ઘણા વર્ષોથી બાળકો માટે બગીચો અને હીંચકા નાખવામાં આવ્યા છે અને મોરબીની પ્રજા માટે આ બગીચો કાયમી ખુલ્લો રહે છે માટે દબાણ નો કોઈ પ્રશ્ન જ નથી.
વધુમાં ભરતભાઈએ ઉમેર્યું હતું કે મહેશભાઈ રાજ્યગુરુ ને હકીકતમાં દુઃખે છે પેટ અને કુટે માથું ઉક્તિ મુજબ અન્ય તકલીફ હોય આવા પાયા વિહોણા આક્ષેપો કરી રહ્યા છે.

- text

પાલિકા ઉપપ્રમુખની સપષ્ટતા બાદ મહેશ રાજ્યગુરૂએ દબાણની ફરિયાદ ગેરસમજમાં થયાનું સ્વીકારી થુંકેલુ ચાટ્યું

મહેશ રાજ્યગુરૂએ પાલિકાની જમીનમાં પાલિકાના સત્તાધીશોએ દબાણ કર્યાના આક્ષેપોના જવાબમાં પાલિકા ઉપ પ્રમુખ ભારત જારીયાએ દબાણ બાબતે કરેલી સ્પષ્ટતા બાદ પાલિકાના સત્તાધીશો પર બેફામ આક્ષેપ કરનાર મહેશ રાજ્યગુરૂએ દબાણ કર્યાની ફરિયાદ ગેરસમજમાં થઈ હોવાનું અને આ બાબતે પોતાની ભૂલ સ્વીકારીને પાલિકાની જગ્યા પર કોઈનું દબાણ ન હોવાની જાહેરાત કરી હતી.

- text