મોરબીમાં જન્મ મરણની કામગીરી કોર્ટમાંથી ડે.કલેકટરને સોપાયા બાદ વકીલો- અસીલો હેરાન

- text


૬ માસમાં ૫૦ અરજીઓ પેન્ડિંગ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીમાં જન્મ મરણની કામગીરી કોર્ટમાંથી ડે.કલેકટર કચેરીમાં જવાથી તંત્રની આડોડાઈને કારણે વકીલો અને અસીલો હેરાન થઇ રહ્યા છે. જોકે વકીલ મંડળોની વારંવારની રજુઆતમાં માત્ર મળે છે તો ઠાલા આશ્વાસનો જ. જોકે કલેકટર કચેરીએ અન્ય કામગીરી કરતા જન્મ મરણની કામગીરી તદન સરળ રીતે થતી હોવા છતાં તંત્ર એક યા બીજા કારણોસર આ કામગીરી કરતું ન હોવાથી જન્મ મરણના દાખલા વિના લોકોનો અગત્યના કામો અટકી જવાથી કફોડી હાલતમાં મુકાય ગયા છે. જન્મ મરણના દાખલા તો નગરપાલિકા કચેરી એથી કાઢી આપવામાં આવે છે. પરંતુ સમય મર્યાદા વધી જાય પછી નિયમ મુજબ લોકોને કોર્ટમાં દાખલા કઢાવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારે કોર્ટને બદલે ડે. કલેકટર કચેરીને આ કામગીરી કરવાની જવાબદારી સોપી હતી. જન્મ કે મરણ વખતે કોઈ કારણોસર જે લોકો દાખલા કાઢી શકતા ન હતા. તેવા લોકો હવે કોર્ટને બદલે કલેકટર કચેરીએ જાય છે. પરંતુ કલેકટર કચેરીનો સ્ટાફ આ કામગીરી કરવામાં ધ્યાન જ આપતો ન હોવાથી છેલ્લા છ મહિનામાં અરજદારોએ કલેકટર કચેરીમાં જન્મ મરણની ૫૦ જેટલી અરજીઓ પેન્ડિંગ રહે છે. જોકે જનમ મરણની કામગીરી સરળતાથી થઇ શકે તેમ છે. છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી વકીલો અને તેના અસીલો મુસીબતમાં મુકાય ગયા છે. આથી તમામ વકીલ મંડળોએ કલેકટર કચેરીને રજૂઆત કરી છે. તો તંત્ર એવી બહાના બાજી ચલાવે છેકે, આ કામગીરી અમારા માટે નવી છે અને થઇ જશે. તેવું છ મહિનાથી આશ્વાસન આપે છે. જોકે વચ્ચે ડે.કલેકટર કેતન જોષીએ આ બાબતમાં રસ લીધો હતો. પરંતુ થોડી કામગીરી થયા બાદ તેમની બદલી થઇ જતા આ કામગીરી જરાય આગળ વધી શકી નથી. તેથી વકીલો અને અસીલો રોજ ધક્કા ખાય છે. છતાં તંત્ર ડાંડાઈ કરીને આ કામ કરતું જ નથી. જોકે એવી ચર્ચા છેકે આ કચેરીમાં અન્ય કામગીરીમાં મલાઈ મળતી હોય અને આ કામમાં એક ફદિયું પણ ન મળતું હોવાથી જનમ મરણની કામગીરીને ટલ્લે ચડાવાઇ છે. ત્યારે જીલ્લા કલેકટર આ બાબતને અંગત રસ લઈને યોગ્ય પગલાં ભારે તે જરૂરી છે.

- text

- text