મોરબીના કાલિકાપ્લોટમાંથી બે બાઇક ચોરને ઝડપી લેતી એલસીબી પોલીસ

- text


ત્રણ ચોરાવ બાઇક સાથે બે રિઢા ઉઠવગીરને ઝડપી લઇ એ-ડિવિઝન પોલીસને સોંપ્યા

મોરબી: મોરબી એલસીબી પોલીસે ગઈકાલે કાલિકા પ્લોટ વિસ્તારમાંથી બે રિઢા વાહનચોરને ઝડપી લઈ ત્રણ ચોરાવ બાઇક કબ્જે કર્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબીને મળેલી બાતમીના આધારે ગઈકાલે કાલિકાપ્લોટ વિસ્તારમાંથી રફીક મુસાભાઈ ખોડ,ઉ.27 અને કરીમભાઈ રસુલભાઈ મિયાણા,ઉ.45 રે.ટિમ્બડીના પાટિયા પાસે ગણેશ નગરવાળાને ઝડપી લેવામાં સફળતા મળી હતી. વધુમાં પોલીસે બંને શખ્સોના કબ્જામાંથી ચોરી કરેલા ત્રણ બાઇક કબ્જે કરી આ બંને આરોપીઓને આ-ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

- text

- text