મોરબી : મહેન્દ્રપરામાં ગટરની નદીઓ વહી : રહેવાશીઓ ત્રાહિમામ

- text


ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ઘુસ્યા

મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરના પાણી લોકોને ઘરમાં ઘૂસવાની સાથે નદીની જેમ ચોતરફ ભરાય જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે.
મહેન્દ્રપરા શેરી નં. 3 વિસ્તારમાં છેલ્લા દશેક દિવસથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી પરન્તુ આમ છતાં નગરપાલિકા સ્ટાફ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા મહેન્દ્રપરા શેરી નં. 3 માં હાલ ગટરના પાણી નદીની જેમ ચોતરફ ફરી વળ્યાં છે. લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘુસી ગયા છે. શેરીમાં જાણે ગટરની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાલિકાની નવી બોડીએ સત્તા સાંભળવા સમયે શહેરની સમસ્યા ઉકેલવાના દાવા કરી મોટા મોટા બણગા ફૂક્યા હતા. પરંતુ ખરેખર મોરબીની પ્રાથમિક સમસ્યા ઉકેલવામાં નગાર પાલિકા સદંતર નિષ્ફળ ગયું છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રપરા શેરી નં. 3 ની જેમ જ રોટરીનગર વિસ્તારમાં પણ 20-20 દિવસથી ફરિયાદ કરવા છતાં ભૂગર્ભ ગટરના કર્મચારીઓ દ્વારા મરામત કામણ કરતા લોકોના ઘરની હાલત નર્ક જેવી બની છે.

- text