રજા અને પગાર વધારા મુદ્દે મોરબી જિલ્લાનો 108 સ્ટાફ હડતાળના માર્ગે

- text


જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી રજૂ કરવામાં આવી

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ સ્ટાફને પૂરતા પ્રમાણમાં રજા ન મળવા ઉપરાંત પગાર વધારો કરવામાં ન આવતો હોવાથી હડતાલ પર જવાણી ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ સ્ટાફના 38 થી વધુ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણી અને ખાસ કરીને પગાર વધારાની મુખ્ય માંગ સાથે હઽતાલ ઉપર ઉતરી જવા ચીમકી આપવામાં આવી છે.

- text

- text