મોરબી-રાજકોટ રોડને ફોર ટ્રેકમાં ફેરવવાના કામને તાત્કાલિક ચાલુ કરવા કોંગ્રેસની માંગ

- text


મોરબી-રાજકોટ રોડને ફોર ટ્રેકમાં ફેરવવાના કામને તાત્કાલિક ચાલુ કરવા બાબતે કોંગ્રેસના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યસચિવ શ્રી બાંધકામ અને મકાન વિભાગને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે, ઝડપથી વિકસતા મોરબી જિલ્લો અને સમગ્ર કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતો એવો ખુબ જ અગત્યનો મોરબી-રાજકોટ રોડ આવેલો છે.

- text

આ રોડ પર હાલમાં એટલો બધો ટ્રાફિક હોય છે કે દરરોજ એક-બે અકસ્માતો તો થાય જ છે. અને તેમાં માનવ જીવોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ રોડને ફોરટ્રેક કરવાની મંજુરી મળી ગયાનાં સમાચારો સમાચારપત્રોમાં આવેલ હતા અને મુખ્યમંત્રીશ્રી દ્વારા જયારે મોરબીમાં સ્વતંત્રપર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે રૂપિયા ૧૦૦ કરોડ વધારાના ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવેલ હતી પરંતુ આજ દિવસ સુધી આ કામમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી. આથી લોકોમાં ચર્ચા થાય છે કે જો આજી ડેમને સૌની યોજનામાં જોડવાની કામગીરી યુધ્ધના ધોરણે થઇ શકતી હોય તો આ કામગીરી શા માટે નહિ? શું આ કામગીરી ચુંટણી વખતે બતાવવા માટે બાકી રાખવામાં આવી છે. તેવું લોકો પૂછી રહ્યા છે. તો આ બાબતે યોગ્ય કરી આ કામ ઝડપથી ચાલુ થાય તે બાબતે યોગ્ય કરવા વિનંતિ. જો આ કામ તાત્કાલિક નહી કરવામાં આવે તો હજુ ઘણા માનવ જીવોનો ભોગ લેવાશે તો આ બાબતને તાકીદની ગણી સત્વરે યોગ્ય કરવા વિનંતિ કોંગ્રેસના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાએ કરી છે.⁠⁠⁠⁠

 rajkot

- text