મોરબી : રમઝાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

- text


જુના બસસ્ટેન્ડ નજીક ઇદગાહ ખાતે નમાજ પઢી મુબારકબાદ અપાયા

મોરબી : ગઈકાલે ચાંદની ગવાહી મળી જતા આજે મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં ગઈકાલે રોઝા પૂર્ણ થયા હતા પરંતુ વરસાદી માહોલમાં ચાંદ ન દેખાતા ઇદ અંગે અવઢવ હતો પરંતુ ચાંદની ગવાહી મળતા આજે મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારમાં મોરબીના જુના બસસ્ટેન્ડ ખાતે આવેલ ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજર રહી સમુહમા નમાંજ પઢી એક બીજાને મુબારકબાદ પાઠવ્યા હતા.⁠⁠⁠⁠ આ સમયે મોરબી જિલ્લા પોલીસ વાટી ડીવાયએસપી કે.બી.ઝાલા અને એલસીબીના પરમાર સાહેબે મુસ્લિમ ધર્મગુરૃનું સન્માન કરી તેમને ઈદની મુબારકબાદ પાઠવી હતી. બાદમાં ઈદનું ભવ્ય ઝુલુશ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

- text