મોરબી : એલસીબીએ અંગ્રેજી દારૂની ૧૯૨ બોટલો સહિત કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ જડપ્યો

- text


મોરબી :  એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર બી.આર. પરમાર અને તેમની ટીમ દ્વારા ખાનપર ગામથી આશરે અડધો કિમી દૂર જતા રસ્તા પર પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે સફેદ ઈન્ડીગો કાર નં. જીજે.૦૩.સીએ.૪૬૬૯ આમરણ બાજુથી ખાનપર આવતા રસ્તા તરફ ઉભી રાખી ચેકિંગ કરતા અંગ્રેજી દારૂની ૧૯૨ બોટલો કી.રૂ. ૫૭૬૦૦ સહિત કુલ ૩.૦૭.૧૦૦ રૂ.નો મુદ્દામાલ જડપી પાડ્યો છે. આ સાથે આરોપી સંજય પરમાર ઉ. ૨૦ વર્ષ રહે. રાજકોટને પૂછપરચ કરતા આ દારૂનો જથ્થો ફડસર ગામે ભરત પાસેથી લીધાનું કબુલ્યું અને સાગરીતો ઈરફાન ઘાંચી, મહિપત ડોડીયા, અને રાજુનું નામ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ શ્રી ભરતભાઈ મિયાત્રાએ ગુન્હો નોંધી રાજેન્દ્રભાઈ ટાપરિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text