મોરબી : સમાજસેવિકા, રાજનેતા, મહિલા અગ્રણી મંજુલાબેન દેત્રોજાનો જન્મદિવસ

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ કારોબારી સભ્ય અને મોરબી જિલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન અમૃતલાલ દેત્રોજાનો જન્મ ટંકારા તાલુકાનાં નાના ગામ રામપર ખાતે ૧લી જુનનાં રોજ થયો હતો. નવસારીમાં બાળપણ વિતાવી શિક્ષણ લીધા બાદ સુરત મહાનગરપાલિકામાંથી શિક્ષક તરીકેની કારકિર્દી શરુ કરી રાજકોટ જિલ્લામાં ૨૩ વર્ષની નોકરી પૂર્ણ કરીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ મંજુલાબેન દેત્રોજાએ સામાજિક અને રાજકીય જીવનની શરૂઆત કરી હતી.
મોરબી શહેર સંગઠનમાં ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપમાં મંત્રી, બીજી ટર્મમાં મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ કારોબારી સભ્ય, શ્રી ઉમિયા મહિલા ઉત્કર્ષ સેવા સમિતિ પ્રમુખ, શ્રી ઉમિયા માનવસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી, પૂર્વ કાઉન્સીલર મોરબી પાલિકા, પૂર્વ બીઆરસી કોર્ડીનેટર ટંકારા તાલુકા, ચેરપર્સન મોરબી જિલ્લા મહિલા સામાજિક રક્ષણ સમિતિ તેમજ દરેક સમાજ સાથે જોડાઈને મહિલા સશક્તિકરણનાં સેમિનાર, બાળકો માટે સમરકેમ્પ ઉપરાંત દરેક ધાર્મિક, રાજકીય, સામાજિક અને સેવાકીય કાર્યો કરનાર મંજુલાબેન દેત્રોજાએ ૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેમના સગા-સંબંધી અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાજનેતાઓ શુભેચ્છાવર્ષા વહાવી રહ્યા છે.

- text

- text