મોરબીમાં કાલે 8મીએ ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિન ઉજવાશે

- text


મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના ચીફ પેટર્નના જન્મદિવસ નિમિતે આવતીકાલે તા.8મીએ ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત નબળા વર્ગના બાળકોને CCCનો કોર્ષ વિનામૂલ્યે કરાવામાં આવે છે.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તા.8ના રોજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આવેલી ઇન્ડિયન લાયોનેસની 78 થી વધારે કલબો સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે. મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે ધોરણ- 7,8,9ના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને કોમ્પ્યુટરનો ccc કોર્સ ફ્રીમાં કરાવવામાં આવશે.ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજાતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇલા હીનાબેન પરમાર સુજાતન કોમ્પ્યુટર ક્લાસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરી આપવાની જાહેરાત કરી છે .વિવિધ શાળાઓમાંથી જે બાળકો ટેલેન્ટેડ હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે કોમ્પ્યુટરની ફી ન ભરી શકતા હોય તેવા જુદી જુદી શાળાના કુલ 51 વિદ્યાર્થીઓની ફીનો ખર્ચ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે .

- text

આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે સુજાતન કોમ્પ્યુટર ક્લાસનો સમગ્ર ઇન્ડિયન લાયોનેસ ક્લબએ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા દુબઈ સ્થિત નરેશભાઈ મેપાણી છે.સમગ્ર મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળે તે માટે તા.8 પહેલા શિક્ષકોએ શોભનાબા ઝાલા મો.9979329837નો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

- text