દીકરીના કરિયાવરની ચિંતા છોડો, માત્ર રૂ.61 હજારમાં પલંગ, સોફા અને ફ્રીઝ સહિતની 133 વસ્તુઓ

 

  • નવરાત્રીને નિમિત્તે વિશેષ રાહત : આજથી દશેરા સુધીના બુકીંગ ઉપર સોનાની ચૂક સંચાલક તરફથી અપાશે
  • જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે.

ટંકારાના રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 61 હજારમાં દીકરીના કરિયાવર માટે 133 વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં પલંગ, કબાટ થ્રી ડોર, સોફાસેટ, ફ્રીઝ, બ્રાન્ડેડ ગાદલું, ખુરશી, બાજોટ, પાટલો, ઓશિકા, તકિયા, બેડશીટ સેટ, કમ્બલ, મિક્ષચર, પંખો, ઈસ્ત્રી, ગેસ ચૂલો, કુકર, સ્ટીલ ડિનર સેટ, કિચન ફાયબર, બાથરૂમ સેટ, ટી સેટ, સ્ટીલની તપેલી, સ્ટીલના ડબ્બા, પાણીનું બેડુ, ટ્રોલી બેગ, ફ્રીઝ સ્ટેન્ડ, દીવાલ ઘડિયાળ, ખમણી, મુખવાસદાની અને આઈસ્ક્રીમ સેટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રૂ. 61 હજારની જેમ રૂ. 75 હજારનો પણ એક સેટ છે. જેમાં અલગ વસ્તુઓ આવે છે.

કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વધુમાં સંચાલકો દ્વારા નવરાત્રીને ધ્યાને લઈને આજથી દશેરા સુધીના તમામ કરિયાવરના બુકીંગ ઉપર સોનાની ચૂક ફ્રીમાં આપવામાં આવશે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.

સ્થળ :
કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી
રણજીતભાઈ ડાંગર મો.નં. 7777919312