ટંકારામાં લેઉવા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


કુલ ૧૯ ટીમોએ લીધો ભાગ : સરાયાની ટીમ બની વિજેતા

ટંકારા : ટંકારા લેઉવા પટેલ સમાજ દ્વારા ભાયું મા ભાઈબંધી જળવાઈ રહે તે માટે કિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરાયું હતું જેમાં સરાયા ટીમ વિજેતા બની હતી જ્યારે ટંકારા ઈલેવન રનર્સઅપ રહી હતી એ ટુર્નામેન્ટમાં કુલ ૧૯ ટીમોએ ભાગ લીધો હતો.

યુવા પેઢી એક – મેક થી મોબાઈલ માધ્યમ થકી જ પરીચયમા ન રહે અને ચહેરા થકી ભાયું ની ઓળખ કાયમી બની જાય એવા ઉમદા હેતુ સાથે ટંકારા સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા કિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમા ટંકારા ના આજુ બાજુ ના ગામડા જેવાકે હરીપર ભુતકોટડા ગણેશપર સાવડી સરાયા હર્બટિયાળી સહીત ના ગામની ટીમો બનાવી હતી જેમાં એ જ ગામના યુવાનો જોડાયા હતા અને મેચ યોજાયેલી.

- text

આ ક્રિકેટ ટુર્નામેન્ટમા ફાઈનલ મેચમા સરાયા ટીમ વિજેતા બની હતી, જ્યારે ટંકારા ઈલેવન રનર્સઅપ રહી હતી અને વિજેતાઓને સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

- text