મોરબી જિલ્લાના પાંચ માર્ગો રૂ. ૯૦.૩૭ લાખના ખર્ચે રીપેર થશે

- text


ટંકારા – લતીપર, વાંકાનેર – જડેશ્વર સહિતના માર્ગોના મરામત કામ માટે ટેન્ડર બહાર પડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાણ થઈ ગયેલા પાંચ મુખ્ય રસ્તાઓના કામો મંજુર થતા માર્ગ અને મળાં વિભાગ દ્વારા રૂ.૯૦.૩૭ લાખના ખર્ચે આ માર્ગોના મરામત કામ માટે ટેન્ડર આમંત્રિત કરાયા છે.

મોરબી જિલ્લાના પાંચ માર્ગનું રૂા. ૯૦.૩૭ લાખના ખર્ચે મરામત કામ હાથ ધરવામાં આવનાર છે જેમાં મોરબી જિલ્લાના પાંચ જેમાં વાવડી-બગથળા રોડનું રૂા. ૨૦.૮૬ લાખના ખર્ચે, માળીયા-પીપળીયા-હજનાળી રસ્તાનું રૂા. ૧૫.૧૫ લાખના ખર્ચે જયારે મોરબી-બાયપાસ-૨નું રૂા. ૧૪.૩૫ લાખ આ ઉપરાંત ધ્રોલ-લતીપર-સાવડી-ટંકારા માર્ગનું રૂા. ૨૦.૨૧ લાખ ના ખર્ચે કરાશે.

- text

તેમજ વાંકાનેર-જડેશ્વર-લજાઇ રોડનું રૂા. ૧૯.૮૦ લાખના ખર્ચે મરામત કામ થશે. આ માટેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મોરબીની યાદીમાં જણાવાયુ હતું.

- text