ટંકારા : તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવતી મેરજા મિરલ

ટંકારા : ધોરણ ૧૦ બોર્ડનાં પરિણામમાં ટંકારા તાલુકો હરહંમેશ બાજી મારતો હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ત્રીજા અને ટંકારા તાલુકામાં પ્રથમ નંબર પર મેરજા મિરલે 95.83 ટકા સાથે 99.98 પીઆર મેળવી સમસ્ત ટંકારા કેન્દ્રમાં અવ્વલ નંબર મેળવ્યો છે.

ટંકારા ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ 1292 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1284એ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપેલા કુલ વિદ્યાર્થીઓમાંથી 956 છાત્રો પાસ થયા છે. ટંકારા કેન્દ્રનું 74.45% પરિણામ આવ્યું છે. જેમા મધ્યમવર્ગીય સોસાયટી રહેતા અને ઓટોપાર્ટની દુકાન ધરાવતા રજનીકાંત મેરજા પાટીદારની પુત્રી મિરલ 99.98 પીઆર સાથે ટંકારા તાલુકા પ્રથમ ક્રમાંક અને મોરબી જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવી તાલુકા, જિલ્લા, શાળા અને પરિવારને ગૌરવ અપાવ્યું છે.